• શનિવાર, 25 જુલાઈ, 2026

જામનગરમાં પીજીવીસીએલ સાથે એલ્યુમિનિયમ ક્રેપની છેતરપિંડી

દરેડ નજીક આવેલા સ્ટોરમાંથી બે પેઢીના મજૂરોએ વાહનો નીચે જેક મારી આચર્યુ કારસ્તાન : 18 હજાર કિલો ક્રેપની નોંધાઇ ફરિયાદ

જામનગર, તા.21: દરેડ નજીકના જીઆઇડીસી ફેસ ટુમાં આવેલી પીજીવીસીએલ કંપનીની રિજિયોનલ સ્ટોરની ઓફિસમાં નોકરી કરતા અને રણજીતસાગર રોડ પર નીકલકંઠનગરમાં રહેતા નૂરમહંમદ વલીમામદભાઇ ખીરા નામના આસામીએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તથા મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલકો અને તેમના દ્વારા મોકલવામાં આવેલા મજૂરો વગેરે સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ જીઆઇડીસી ફેસ-2 માં આવેલી તેમની ઓફિસે ગયા માર્ચ મહિનાની તા.21થી ગઇ તા.16ની વચ્ચે મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તથા મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના વાહનનો ક્રેપ ભરવા માટે

આવ્યા હતા.

પીજીવીસીએલનીઓફિસના આ કર્મચારીએ જામનગર ગ્રામ્ય ડિવિઝનના ક્રેપ થયેલા માલસામાનને ત્યાં રખાવ્યો હતો અને કોન્ટ્રાકટ મુજબ તે માલ સામાન નિસર્ગ સ્ટાર પેઢીને વેચાણ માટે આપવાનો હતો તે પેઢીએ ઉપરોક્ત માલ સામાન મોરબીની જય બાલાજી અને મેલડી એન્ટરપ્રાઇઝને વેચાણ માટે આપ્યો હતો. તે મુજબ આ પેઢીઓના વાહનો દરેડ સ્થિત પીજીવીસીએલના કમ્પાઉન્ડમાં માલ સામાન ભરવા આવ્યા હતા. જ્યાં હાજર પીજીવીસીએલના કર્મચારી નુરમહંમદભાઇ તથા નિસર્ગ સ્ટાર પેઢીવાળા ધર્મેશભાઇ તથા  રમેશભાઇને વિશ્વાસમાં લઇ આ પેઢીના વાહનો 60892 કિલો ગ્રામ ક્રેપ ભરી ગયા હતા. તે પછી વજન કાંટા પર મોકલેલા આ વાહનોમાં 42650 કિલો ગ્રામ જ ક્રેપ છે. તેમ કહી બંને પેઢીના સંચાલકો તથા મજૂરોએ છેતરપિંડી કરી હતી ખરેખર તો આ પેઢીને આવેલા વાહનો જ્યારે વજન વેબ્રિજ પર મોકલાતા હતા ત્યારે પેઢીના મજૂરો અને માણસો તેની નીચે જઇ ત્યાં જેક મારીને વજન ઓછું આવે તેમ કાર રસ્તાન કરતા હતા. જેની જાણ થઇ જતા નૂર મહંમદભાઇએ 41,68315ના 18242 કિલો ક્રેપ ઓળવી જવા અંગે આ પેઢીના સંચાલકો તથા તેના માણસો અને મજૂરો સામે છેતરપિંડી- વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026