• રવિવાર, 06 જુલાઈ, 2025

ભાવનગરમાં દંપતીને ક્રેપના ધંધામાં નફાની લાલચ આપી 25 લાખની છેતરપિંડી

- હાદાનગરના કૌટુંબિક શખસ સામે નોંધાવી ફરિયાદ

ભાવનગર, તા.3: ભાવનગરમાં રહેતા એક દંપતી સાથે હાદાનગરમાં રહેતા કૌટુંબિક શખ્સે જ લાખો રૂપિયાની છેતરાપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. દંપતીને ક્રેપના વ્યવસાયમાં સારા નફાની લાલચ આપી દંપતીના સાત ક્રેડીટ કાર્ડ, 23 મોબાઇલ તેમજ ઘરેણા ઉપર ગોલ્ડ લોન લેવડાવી, વિશ્વાસમાં લઇ 25 લાખથી વધુની ઠગાઇ આચરતા દંપતીએ કોટુંબિક શખ્સ વિરૂદ્ધ  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના લીલા સર્કલ નજીક રહેતા હિનાબેન જયેશભાઇ ખસીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટાબેન હંસાબેન ઘરે તેનો કૌટુંબિક દિયર હાદાનગરમાં રહેતો વિજય ગોરધનભાઇ માંડલિક સાથે પરિચય થયો હતો. જે વિજય માંડલિકે હિનાબેન તેમજ પતિને ક્રેપના વ્યવસાયમાં રોકાણ કરવાનું કહી, નફાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં દંપતિના જુદી જુદી બેન્કોમાંથી સાત ક્રેડિટકાર્ડ, 23 મોબાઇલ ઉપર લોન મેળવી તેમજ દંપતિના ઘરેણાંને ગોલ્ડ લોનમાં ગિરવે મુકી રૂા. 25,87,990 ની મસમોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં નફો આપી દંપતીને વિશ્વાસમાં લીધા હતા જે બાદ વિજય માંડલિક નામનો શખ્સ મસમોટી રકમ ઓળવી જઇ ફરાર થઇ જતા હિનાબેને વિજય ગોરધનભાઇ માંડલિક વિરૂદ્ધ ભરતનગર પોલીસ મથકમાં છતરાપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં હિનાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવ જેટલા યુવકો સાથે પણ શખ્સે ઠગાઇ કર્યાનું જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક