જૂનાગઢ, તા.4: જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં સાંજે પાંચ શખસોએ વૃદ્ધ બિલ્ડરના ઘરમાં ઘૂસી મૃત્યુનો ડર બતાવી રૂ.7 લાખ રોકડા તથા રૂ.3 કરોડ પ0 લાખના ત્રણ સહીવાળા કોરા ચેક કઢાવી લઈ ગયાની ‘બી’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની
વધુ વિગત પ્રમાણે તળાવ દરવાજે ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર ભનુભાઈ જમનાદાસ
સીતાપરા ઉ.76ને માણાવદરના કતકપરાના આરીફ સેતા સાથે ધંધાકીય લેવડ-દેવડમાં વહીવટના બાકી
રૂ.1.4પ કરોડ ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણા કઢાવવા આરીફએ પોતાના સાગ્રીતો સાથે પ્લાન
ઘડયો હતો. બાદમાં આરીફ, કૈલાસ બાટવીયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના અને
ઈમરાન સેતા જૂનાગઢના વૃદ્ધ બિલ્ડર ભનુભાઈના ઘરમાં પ્રવેશી ગાળો કાઢી, ઢીકાપાટુ તથા
લાકડીથી હુમલો કરી, મૃત્યુનો ભય બતાવી, 7 લાખ રોકડા તથા બિલ્ડરના બેંક ઓફ બરોડાના રૂ.3
કરોડ પ0 લાખના ત્રણ ચેકમાં સહી કરાવી લઈ નાસી છુટયા હતા.
ઈન્દ્રપ્રસ્થ
એપાર્ટમેન્ટ જેવા ભરચક્ક વિસ્તારમાં ઘરમાં ઘૂસી લાકડીથી માર માર્યો છતાં કોઈ ફરક્યુ
નહી અને પાંચેય શખસો ભાગી ગયા હતા.
આ અંગે
બિલ્ડરે ચાર દી’ બાદ જૂનાગઢ ‘બી’ ડિવીઝન પોલીસમાં પાંચેય સામે ફરિયાદ નોંધાવતા પી.આઈ.
એ.બી.ગોહીલએ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હવાલા-કબાલા હોવાની પણ શક્યતા નકારી શકાતી
નથી.