જૂનાગઢ, તા.4: વંથલીમાં પ્રેમ પ્રકરણમાં બે સગાભાઇઓ ઉપર ત્રણ શખસોએ હથિયારો વડે હુમલો કરી, ગંભીર ઇજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વંથલીમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાન ધરાવતા એહસાન ઇબ્રાહીમ મટારી ઉ.વ.22ને અગાઉ પડોશમાં રહેતા સીરાજ વાજાની દીકરી સામે પ્રેમ સંબંધ હતો. આ અંગે અરજીઓ તથા ઇબ્રાહીમને સીરાજ સાથે ઝઘડો થતા સામસામે ફરિયાદો નોંધાઇ હતી.
ગત
મોડી સાંજે કુહાડી, પાઇપ જેવા હથિયારો સાથે એહસાન, સાબરીન અને સાહિલ બાઇકમાં નીકળતા
જ હુમલો કરતા ત્રણેય બાઇક ઉપરથી પટકાયા હતા.
સીરાજે
કહેલ કે મારી સામે પડવાથી શું હાલત થાય તે હવે જોઇ લેજો તેમ કહી ત્રણેય શખસોએ કુહાડી,
પાઇપથી હુમલો કર્યો હતો. એહસાન તથા સાહિલ ભાગી ગયા હતા. જ્યારે સાબરીન ઉપર હુમલો કરી
ગંભીર ઇજા પહોંચાડી હતી.
ગંભીર
રીતે ઘવાયેલ સાબરીનને 108માં જૂનાગઢ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વંથલી
પોલીસે એહસાન ઇબ્રાહીમ મટારીની ફરિયાદ પરથી સીરાજ હારૂન વાજા, મોસીન હારૂન કચરા, જીબ્રાહીલ
ઇમરાન વાજા અને સોનારડીના અલી પલેજા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ.આર.એ. ચૌધરીએ
તપાસ હાથ ધરી છે.