અમરેલી, તા.4: ડુંગર પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા એક પોલીસકર્મીએ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરે તપાસના કામે ગયા ત્યારે તેને આ પરિણીતા સાથે સંપર્ક થયો હતો અને એકબીજાના મોબાઈલ નંબર લઈ ફોન પર વાતચીત પણ કરતા હતા. આરોપીએ પાંચ વર્ષ પહેલા કોરોના દરમિયાન પરિણીતાના ઘરે જઈ તેણીને લગ્નની લાલચ આપી પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
વિક્રમ
ડાભી પાંચેક વર્ષ પહેલા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે દરમિયાન રાજુલા ગ્રામ્ય
વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરે તપાસના કામે ગયો ત્યારે પરિણીતા સાથે સંપર્ક થયો
હતો અને ફોન પર વાતચીત કરતા હતા. પાંચ વર્ષ પહેલા પરિણીતાને લગ્નની લાલચ આપી આરોપીએ
તેણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આ પરિણીતા સુરત મુકામે તેણીના પતિ સાથે રહેતી
હોય, તે દરમિયાન આરોપીએ સુરત જઈ આ પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે પરિણીતાએ
આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.