અમદાવાદ, તા.15: રાજ્યના લાંચ રૂશ્વત બ્યૂરો (એસીબી)એ સફળ ટ્રેપ ગોઠવીને સીઆઈડી ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઈ અને એક પોલીસ કોન્સ્ઁબલે લાંચ માંગી હતી, ત્યારે આજે એસીબીએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ
સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના સીઆઈડી
ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ
દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માંગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ
આપવાનું નક્કી થયું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સીટી મોલથી આગળ જાહેર
રોડ પર આવેલી ધી ઓફિસિસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટની સામે ગોઠવવામાં આવી હતી. આ
દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો હતો, ત્યારે પોલીસ ઈન્સપેક્ટર પી.કે.પટેલ
પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસેથી
30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ એસીબીની ટીમે કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો
હતો. આ બંને પોલીસ કર્મચારીઓની એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ
સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એસીબી અમદાવાદ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક ડી.એન.પટેલ દ્વારા
કરવામાં આવ્યું હતું.