• મંગળવાર, 03 માર્ચ, 2026

જામનગરની શિપિંગ કંપનીના માલિકને ભાગીદારે રૂા. 6.69 કરોડનો ધુંબો માર્યો

વેપારીની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.16: જામનગરની એક શિપિંગ કંપનીના ભાગીદારે સીટી સી ડિવિઝન પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે અને તેના જ ભાગીદાર સામે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમં શરૂ સેક્શન રોડ પર અંબા વિજય સોસાયટીમાં રહેતા અને વરુણ શિપિંગ ફર્મ નામની ભાગીદારી પેઢી ચલાવતા રાકેશભાઈ મણીલાલ બારાઈ નામના વેપારીએ પોતાના જ ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બન્ને ભાગીદારો દ્વારા બેન્કના વ્યવહાર કરવામાં આવતા હતા, જેની તમામ જવાબદારી આરોપી વિજય નારંગ સંભાળતા હતા અને ફરિયાદી કે જેઓને હોટલનો પણ વ્યવસાય હોવાથી તેઓ વધારે પડતા અમદાવાદ, મુંબઈ સહિતનાં શહેરોમાં જવાનું થતું હોવાથી તેની ગેરહાજરીમાં વિજય નારંગે પોતાના જ કર્મચારી અથવા તો તેના મળતિયાઓ એવા બે વ્યક્તિ કલ્પેશ મનસુખભાઈ જડિયા તેમજ પૂજાબેન કલ્પેશભાઈ જડિયા કે તેઓના બેન્ક ખાતા ખોલાવી અને તેમાં કુલ 6,69,14,605ની રકમ જમા કરાવ્યા પછી બારોબાર ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જે રકમની ઉઘરાણી કરવા જતાં ભાગીદારે ધાકધમકી આપી હોવાથી આખરે મામલો સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે મામલે પી.આઈ. એન. બી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક