બોટાદ, તા.16: બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રાણપુરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા આશીષ રાજેશભાઇ મેર સામે સાયબર ફ્રોડના નાણાં ઉપાડી આર્થિક લાભ મેળવવા અર્થે ગુનો નોંધાયો છે.
આશીષનો અમદાવાદ ડિસ્ટ્રિક બેંક,
રાણપુર શાખા તેના સેવિંગ એકાઉન્ટમાં તા.16-5-25ના રોજ રૂ.385423 અને તા.17-5-25ના રોજ
રૂ.468673 જમા થયા હતા. આ રકમ અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા વ્યક્તિઓ
પાસેથી છેતરપિંડી દ્વારા મેળવવામાં આવી હોવાનું જાણવા છતાં તે દિવસોમાં ચેક મારફતે
રૂ.3,85,000 અને રૂ.4,18,000 ઉપાડી કુલ રૂ.8,53,000નો ગેરકાયદે આર્થિક લાભ મેળવ્યો
હતો. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.