• મંગળવાર, 02 જૂન, 2026

જુથળ ગામના યુવાનનાં મૃત્યુ કેસમાં સીટની રચના

પરિવાર દફનાવેલો મૃતદેહ બહાર કાઢે તે પહેલાં જ જઈંઝની રચના કરી દેવાઈ, ત્રણ મહિના પહેલાં મૃતદેહ મળી આવ્યો હતો

જૂનાગઢ, માળિયા હાટીના, તા.1 : માળિયાહાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાનની તાલાળા રમળેચી ગામેથી ત્રણ માસ પહેલા મળેલા મૃતદેહમાં અંતે જૂનાગઢ રેન્જ ડીઆઇજીએ સીટની રચના કરી માંગરોળના ડીવાય.એસ.પી.ની આગેવાની હેઠળ આ સીટ તપાસ કરશે. 

જુથળ ગામના ભરતભાઈ સોંદરવાનો તાલાળાના રમળેચીમાંથી ત્રણેક માસ પહેલા શંકાસ્પદ મૃતદેહ મળી આવતા આ અંગે તાલાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તાલાળા પોલીસે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ગીર સોમનાથના કલેક્ટર, એસ.પી .અને જૂનાગઢ રેન્જ ડીઆઇજીને રજૂઆત કરી સીટની તપાસની માગણી કરી હતી. દલિત આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે તારીખ 1 જૂન સુધીમાં સીટની રચના ન કરાય તો સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાધિમાંથી મૃતદેહને બહાર કાઢી રી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ચીમકીને પગલે સમય અવધિ પૂર્વે સીટની રચના કરતા આજે સવારથી પોલીસ સમાધિ સ્થળે ગોઠવાઈ ગઈ હતી. 

 દલિત આગેવાનોએ જણાવ્યું કે તંત્રએ અમારી માગણીનો સ્વીકાર કર્યો છે તેથી હવે સમાધિમાંથી મૃતદેહને બહાર કાઢવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સીટના વડા ડી.વી. કોડિયાતરની આગેવાની હેઠળ તટસ્થ તપાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક