• સોમવાર, 27 મે, 2024

ખંભાળિયા ધરમપુર બેડીયાવાડીમાં પ્રૌઢનું અકસ્માતમાં મૃત્યુ

જામખંભાળિયા, તા.22: ખંભાળિયામાં બેડીયાવાડીમાં રહેતા સતવારા અશોકભાઇ ભાણાભાઇ ખાણધર નામના 50 વર્ષના વૃધ્ધનું ખંભાળિયા પોરબંદર રોડ પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકના સ્વજન જીતેન્દ્રભાઇ ખાણધરે જણાવ્યું કે ધરમપુર બેડીયાવાડીમાં રહેતા તથા પરચુરણ ચીજ વસ્તુઓની સપ્લાય કરતા અશોકભાઇ ગઇકાલે સવારે નગરગેઇટ પાસે રામ મંદિરે દર્શન કરવા ગયા હતા. જે પછી જમણવારમાં વહેલા પહોંચવા વીંઝલપર ગ્રામ્ય પંથકમાં માલની સપ્લાય કરવાની હોય બાઇક લઇને ગયા હતા. વીંઝલપર અને રામનગર વચ્ચે કાળીધાર પાસે બાઇક ચાલકે ઠોકર મારતા માથામાં ગંભીર ઇજા સાથે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સામા પક્ષે બાઇક ચાલક રોહિત પરબત આંબલીયા (રહે. લાલુકા તા. ખંભાળિયા વાળા)ને પણ ગંભીર ઇજા થતા તેને પણ સારવાર માટે ખંભાળિયા તથા ત્યાંથી જામનગર ખસેડાયેલા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક