• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ત્રણ અરજી કોર્ટે રદ કરી આગામી તા.1/10ના કેસની સુનાવણી

મોરબી, તા.ર0 : રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા  મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ટ્રેજડી વિક્ટિમ એસોસિયેશન  દ્વારા મોરબી ડિસ્ટ્રી.કોર્ટમાં આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તેમજ કંપનીને આરોપી બનાવવા અરજી કરવાની સાથે અન્ય એક વકીલ દ્વારા કપંનીએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાની કરવામાં આવી હતી. જે કોર્ટે ત્રણેય અરજીઓ રદ કરી નાખી હતી અને આ કેસની સુનાવણી આગામી તા.1/10ના રાખવામાં આવી હતી અને હવે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે.

આ અંગેની વિગત એવી છે કે, ગત તા.30/10/રરના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાતા 13પ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઝૂલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના એમડી તથા બે મેનેજર સહિતના શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસમાં ટ્રેજડી વિક્ટિમ એસો.દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરવા, કંપનીને આરોપી બનાવવા અરજી કરી હતી તેમજ અન્ય એક અરજીમાં કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોય પગલા ભરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે તમામ અરજીઓ મોરબી ડિસ્ટ્રી.કોર્ટે રદ કરી નાખી હતી.

તેમજ આ કેસની આગામી સુનાવણી તા.1/10/ર4ના રાખવામાં આવી છે અને હવે ચાર્જ કરવાનો તબક્કો હોવાનું સરકારી વકીલ વિજયકુમાર જાનીએ જણાવ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક