• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

આયકરના 90,000 કેસ ફરી ખોલી શકાશે પુન: મૂલ્યાંકન અંગે 7 હાઈકોર્ટનો ચુકાદો પલટતી સુપ્રીમ

નવી દિલ્હી, તા.4 : સુપ્રીમ કોર્ટે 7 હાઈકોર્ટનો ચુકાદો પલટયા બાદ આયકર વિભાગ 90 હજાર કેસને ફરી ખોલવા સજ્જ થયું છે. સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના આદેશમાં કહ્યું કે કરાધાન અને અન્ય કાયદા (કેટલીક જોગવાઈઓમાં છૂટ અને સંશોધન અધિનિયમ) (ટીઓએલએ) હેઠળ 1 એપ્રિલ ર0ર1 બાદ પણ નોટિસ જારી કરી શકાય છે. ગુજરાત, બોમ્બે, અલાહાબાદ સહિત અલગ અલગ 7 હાઈકોર્ટે અલગ અલગ વાત કહેતા તમામ પુન:મૂલ્યાંકન નોટિસો ફગાવી દીધી હતી જે નિર્ણય સુપ્રીમે પલટી નાખ્યો છે.

સુપ્રીમ કોર્ટના આવા નિર્ણય બાદ 90 હજાર જેટલી પુન:મૂલ્યાંકન નોટિસો પર તેની અસર પડશે જે ર013-14થી ર017-18 સુધીની છે તથા હજારો કરોડના કવાંટમ સાથે જોડાયેલી છે. આઈટી એક્ટ ર0ર1મા લાગુ જોગવાઈમાં કહેવામાં આવ્યું હતું કે વિભાગ સંબંધિત મૂલ્યાંકન વર્ષથી 6 વર્ષ સુધી પુન:મૂલ્યાંકન કરી શકે છે. તે માટે 1 લાખ અથવા પછી તેથી વધુ છોડવામાં આવેલી ઈનકમ હોવી જોઈએ. સુપ્રીમના ચુકાદા બાદ આયકર વિભાગ જૂના કાયદા હેઠળ પણ નોટિસ જારી કરી શકશે. ર0ર1ના સંશોધનમાં આ સમયમર્યાદાને બદલીને કહેવામાં આવ્યુ કે આઈટી પ0 લાખ સુધી છૂપાવેલી ઈન્કમ અંગે 3 વર્ષ પાછળ સુધીના મામલાઓ પર કાર્યવાહી કરી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક