• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કેનેડા સામે ભારત આકરાં પાણીએ

રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું : અમે યુદ્ધ ખતમ કરવા તૈયાર,ભારતીય ફિલ્મોની પ્રશંસા કરી

મોસ્કો, તા. 19 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેન યુદ્ધની ભારે ચિંતા રહે છે.

રૂસમાં બ્રિક્સ શિખર સંમેલન પૂર્વે મીડિયાને સંબોધતાં પુતિને કહ્યું હતું કે, જ્યારે પણ મોદીજી સાથે વાતચીત થાય છે, ત્યારે તેઓ યુદ્ધનો મુદ્દો ઉઠાવે છે.  યુદ્ધ પર વિચારો વ્યક્ત કરવા બદલ અમે ભારતના વડાપ્રધાનનો આભાર માનીએ છીએ. રૂસ પણ શાંતિપૂર્ણ રીતે યુક્રેન સંકટ સમાપ્ત કરવા માગે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, અમે યુદ્ધ ખતમ કરવા માટે કોશિશ શરૂ કરી હતી, પરંતુ વાતચીતની પ્રક્રિયા યુક્રેને રોકી દીધી હતી.

પુતિને યુક્રેન સાથે જંગમાં રૂસની જીતનો દાવો કરતાં કહ્યું હતું કે, પશ્ચિમી દેશોનાં કારણે આ યુદ્ધ જારી છે.  તેમણે ભારતીય ફિલ્મોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, રૂસમાં બોલીવૂડની ફિલ્મો ઘણી જોવાય છે. બ્રિક્સ ફિલ્મ ઉત્સવમાં બ્રિક્સ દેશોની ફિલ્મો સામેલ કરાઈ છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગને રસ હોય તો અમે પ્રચાર કરીશું, તેવી તૈયારી રૂસી પ્રમુખે બતાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક