• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

વાયનાડમાં પ્રિયંકા સામે નવ્યા હરિદાસ ભાજપ ઉમેદવાર

ભાજપે વિધાનસભા-લોકસભાની પેટા ચૂંટણી માટે 25 ઉમેદવાર ઘોષિત કર્યા

નવી દિલ્હી, તા. 19 : ભાજપે 24 વિધાનસભા અને એક લોકસભા સીટ ઉપર પેટા ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પક્ષે કેરળની વાયનાડ લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે આસામની ત્રણ, બિહારની બે અને છત્તીસગઢની એક, કેરળ-કર્ણાટકની બે, મધ્યપ્રદેશની બે, રાજસ્થાનની છ અને પશ્ચિમ બંગાળની પણ છ વિધાનસભા સીટ ઉપર થનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે.

ભાજપે રમાકાંત ભાર્ગવને એમપીના બુધનીથી ટિકિટ આપી છે. આ સીટ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ખાલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી સાથે 14 રાજ્યની 48 વિધાનસભા સીટ અને બે રાજ્યની બે લોકસભા સીટ ઉપર પેટાચૂંટણી થવાની છે. જે બે લોકસભા ચૂંટણી ઉપર પેટાચૂંટણી થશે તેમાં વાયનાડ સીટ પણ સામેલ છે. આ તમામ બેઠક ઉપર 13 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે

ઇ-પેપરના નવા શુલ્ક