• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

એક એકાઉન્ટ, એક પેટર્નથી 46 વિમાનને ધમકી

મોટી સાજિશ તરફ ઈશારો: ધમકી પોસ્ટ કરનારું એક્સ એકાઉન્ટ બ્લોક

નવી દિલ્હી, તા. 20 : ભારતીય એરલાઇન્સને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો છેલ્લા અમુક દિવસથી જારી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક ગુમનામ અને અનવેરિફાઇડ એકાઉન્ટે શુક્રવારે રાતથી 45થી વધારે ઉડાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેનાથી એરલાઇન્સ અને એરપોર્ટે હડકંપ મચી ગયો હતો. આ એકાઉન્ટની ઓળખ ।઼ફમફળહફક્ષુફ1111 તરીકે થઈ છે. જેણે અમેરિકન એરલાઇન્સ, જેટબ્લ્યૂ અને એર ન્યુઝિલેન્ડ જેવી વિદેશી એરલાઇન્સને પણ ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ એકાઉન્ટ શનિવાર બપોર સુધી એક્ટિવ હતું પણ બાદમાં એક્સ તરફથી એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં કુલ 70 ધમકી મળી છે અને તેમાંથી 70 ટકા ધમકી એક જ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે.

આ દરમિયાન વિસ્તારા એરલાઇનના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. વિમાન સિંગાપુરથી પૂણે આવી રહ્યું હતું. ધમકી મળ્યા બાદ પૂણેમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકાશ એરની લખનઉથી મુંબઈ જતી ફલાઇટમાં પણ બોમ્બનો કોલ આવ્યો હતો. ત્યારબાદ આકાસાના વિમાનનું પણ ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું.

સામાન્ય રીતે ફર્જી ધમકી આપવા માટે ઉપયોગમાં લવાતા સોશિયલ મીડિયા એકાઉન્ટ નવા બનાવેલા હોય છે. તેમાં મોટાભાગની ધમકી ફર્જી હોય છે. જો કે એરલાઇન્સ આવા મામલામાં ગંભીરતા રાખે છે. વિમાનની તપાસ કરવામાં લાંબો સમય ચાલ્યો જાય છે અને એરલાઇન્સને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે.

શનિવારે આ એકાઉન્ટમાંથી જે ઇન્ડિયન એરલાઇનને ધમકી મળી હતી તેમાં એર ઇન્ડિયા, વિસ્તારા, ઇન્ડિગો, આકાશા એર, સ્પાઇસજેટ, અલાયન્સ એર અને સ્ટાર એર સામેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક