• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

આ છે ભારત ! રજસ્વલા ઘર બહાર રહેવા મજબૂર સુપ્રીમના જજે મહિલાની દર્દનાક કહાનીની તસ્વીર બતાવી

પણજી તા.ર0 : સુપ્રીમ કોર્ટના જજ સંજય કરોલે ગોવા ખાતે આયોજીત એક કોન્ફરન્સમાં બોલતાં એક મહિલાની દર્દનાક કહાનીનો ઉલ્લેખ કરતી તસ્વીર બતાવી છે. જેને પીરિયડ્સ દરમિયાન ઘરની બહાર રહેવા મજબૂર કરાઈ હતી.

જસ્ટિસ કરોલે કોન્ફરન્સમાં ર0ર3માં લેવાયેલી એ તસ્વીર બતાવી જેમાં એ મહિલા એક ટેન્ટમાં બેઠેલી જોવા મળે છે. તેમણે કહ્યું કે આ તસ્વીર મેં ગત વર્ષે સુદૂર ગામમાં કલિક કરી હતી. આ તસ્વીર એ મહિલાની છે જેને પાંચ દિવસ સુધી ઘરમાં માત્ર એટલા માટે પ્રવેશવા ન દેવાઈ કારણ કે તે શારીરિક બદલાવના દૌરમાંથી પસાર થઈ રહી હતી. આ એ ભારતની તસ્વીર છે જેમાં આપણે રહીએ છીએ. આપણાં પ્રયાસ રહેવા જોઈએ કે આપણે આવા લોકો સુધી પહોંચીએ.

જસ્ટિસ સંજય કરોલે જો કે પોતાના ભાષણમાં એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે આ તસ્વીર તેમણે કયાં કલિક કરી હતી. પરંતુ પોતાના સંબોધનમાં તેમણે બિહાર અને ત્રિપુરાના સુદૂર વિસ્તારોનો ઉલ્લેખ કર્યો હતો. જયાં ન્યાયની વ્યવસ્થા હજૂ પહોંચી શકી નથી. તેમણે કહયું કે આપણે એ સમજવું પડશે કે ભારત માત્ર દિલ્હી અથવા મુંબઈ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક