• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

કથાવાચક જયા કિશોરી પાસે ગાયના ચામડાની બેગ ? : આરોપ

 નવી દિલ્હી, તા.29: કથા વાચક જયા કિશોરી તેમના અનુયાયીઓને મોહમાયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપે છે પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કથાકાર 2 લાખથી વધુની કિંમતની બેગ વાપરે છે. 29 વર્ષીય કથાવાચક જયા કિશોરી તેમની કસ્ટમાઇઝ્ડ બેગ સાથે એરપોર્ટ પર દેખાયાં હતાં. જે બાદ તે ટ્રોલરોના નિશાના પર આવ્યા છે. બેગની બ્રાંડ પ્રમાણે વેબસાઇટ પર સર્ચ કરવાથી જાણવા મળે છે કે, વીડિયોમાં દેખાતી ટોટબેગ ગાયના ચામડામાંથી બનેલી છે. તેની કિંમત પણ 2 લાખ રૂપિયાથી વધુ છે. આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે લખ્યું કે, ‘આધ્યાત્મિક કથા વાચક જયા કિશોરી કે જેઓ સાદગી પૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે. તેમણે તેનો એક વીડિયો ડિલીટ કરી દીધો છે, જેમાં તેઓ રૂ.2,10,000ની કિંમતની બેગ સાથે જોવા મળ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક