• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ભારતમાં હાઈડ્રોજન ટ્રેનનું નિર્માણ પૂરપાટ

2025ની શરૂઆતમાં જિંદ-સોનિપત વચ્ચે ટ્રાયલ રનની તૈયારી

નવી દિલ્હી, તા.ર9 : ભારતીય રેલવેએ હવે હાઈડ્રોજનથી ટ્રેન ચલાવવાની દિશામાં આગેકૂચ કરી છે. આ અત્યાધુનિક ટ્રેનનું ટ્રાયલ રન હરિયાણાના જિંદ અને સોનીપત રેલવે સ્ટેશન વચ્ચે થશે.

ભાવિ હાઈડ્રોજન ટ્રેનની ડિઝાઈન રેલવેના શોધ, ડિઝાઈન અને માનક સંગઠને તૈયાર કરી છે. હાઈડ્રોજન ટ્રેનની ડિઝાઈન ડિસેમ્બર ર0ર1માં ફાઈનલ કરવામાં આવી હતી ત્યારથી તેના નિર્માણની કામગીરી ચાલ્યા બાદ હવે ટ્રાયલ રન સુધી વાત આગળ વધી છે. વર્ષ ર0રપના પહેલા ત્રિમાસિકમાં તેનું ટ્રાયલ યોજાય તેવી સંભાવના છે. હાઈડ્રોજન ટ્રેનમાં 8 ડબ્બા હશે.જેમાં એકવારમાં ર638 મુસાફરોનો સમાવેશ કરી શકાશે. ટ્રેનની ઝડપ વધુમાં વધુ 110 કિમી પ્રતિ કલાક હશે. ટ્રેનમાં 3 ડબ્બા હાઈડ્રોજનના સિલેન્ડર, ઈંધણ સેલ કન્વર્ટર, બેટરીઓ તથા એર રિઝર્વ માટે હશે. ઓછા અંતરની મુસાફરી માટે આ ટ્રેન બહુઉપયોગી બની રહેશે. હાલ ચેન્નાઈની ફેક્ટરીમાં ટ્રેનનું ઈન્ટીગ્રેશનનું કામ ચાલી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024