આઠ અઠવાડિયાના ઘટાડા ઉપર લાગી
બ્રેક : 658.091 બિલિયન ડોલરે પહોંચ્યો ભંડાર
નવી દિલ્હી, તા. 8 : ભારતના વિદેશી
મુદ્રા ભંડારમાં ફરી એક વખત વૃદ્ધિ થઈ છે. આ સાથે જ સતત આઠ અઠવાડિયાના ઘટાડા ઉપર પણ
લગામ લાગી છે. 29 નવેમ્બરના રોજ પૂરા થયેલાં
સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.510 બિલિયન ડોલર વધીને 658.091 બિલિયન અમેરિકી ડોલર
થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 704.89 બિલિયન અમેરિકી ડોલરના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ
વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો આવી રહ્યો હતો. હકીકતમાં રૂપિયાની કિંમતમા સતત થઈ
રહેલા ઘટાડાને રોકવાના હેતુથી આરબીઆઇ દ્વારા હસ્તક્ષેપનાં કારણે મુદ્રા ભંડારમાં ઘટાડો
આવી રહ્યો હતો. આરબીઆઇના નવા આંકડા અનુસાર ભારતનો એફસીએ 568.852 બિલિયન અમેરિકી ડોલરે
છે. વર્તમાન સમયે સ્વર્ણ ભંડાર 66.979 બિલિયન અમેરિકી ડોલર છે.