• શનિવાર, 12 જુલાઈ, 2025

આમ જનતા માટે ખુલ્યા સુપ્રીમ કોર્ટનાં દ્વાર

લોકો હવે ઓનલાઇન બુકિંગનાં માધ્યમથી કામકાજના શનિવારે સર્વોચ્ચ કોર્ટ નિહાળી શકશે

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલું લેતાં પોતાના દરવાજા સામાન્ય જનતા માટે ખોલી નાખ્યા છે. હવેથી પ્રત્યેક સામાન્ય વ્યક્તિ કામકાજના શનિવારે ગાઇડેડ ટૂરનાં માધ્યમથી પ્રતિષ્ઠિત અદાલતના અંદરના ભાગ નિહાળી શકશે. આ પગલાંનો હેતુ લોકોને સુપ્રીમની કાર્યપ્રણાલી વડે અવગત કરાવવાનો છે.

સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર મહેશ ટી. પાટનકર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે, ‘સક્ષમ સત્તા’ના નિર્દેશાનુસાર ગાઇડેડ ટૂર દર કામકાજના શનિવારે ચાર વિભાગોમાં આયોજિત કરાશે જે સવારે 10થી 11 વાગ્યે, 11.30થી 1, 2.30થી 3.30 અને 3.30થી 5 વાગ્યા સુધી રહેશે.

રજાના દિવસોમાં અને બીજા-ચોથા શનિવારે બંધ રહેશે. આ ટૂર ગાઇડ માટે અગાઉથી વાાિંાિંત:// |||.તભશ.લજ્ઞદ.શક્ષ પર જઇને visit the court-guided tourની લિન્ક પર અગાઉથી બુકિંગ કરાવવું પડશે.

સુપ્રીમ કોર્ટ ભવનનું નિર્માણ 1958માં થયું હતું. તેનો પાયો 1954માં પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે નાખ્યો હતો.

સુપ્રીમે પોતાની  વેબસાઇટના ગેલેરી વિભાગમાં અત્યાર સુધી થયેલી 296 મુલાકાતની તસવીર અને માહિતીઓ પણ ઉપલબ્ધ છે. પ્રથમ ટૂર ગાઇડેડ 3 નવેમ્બર 2018ના યોજાયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025