• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

વિશ્વ આર્થિક મંચની બેઠકમાં દેખાશે વિવિધતામાં એકતા

ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું : અશ્વિની વૈષ્ણવ કરશે આગેવાની

નવી દિલ્હી, તા. 19 : વિશ્વ આર્થિક મંચ (ડબલ્યૂઇએફ)ની પાંચ દિવસની બેઠક સોમવારથી દાવોસમાં શરૂ થઈ રહી છે. આ બેઠકમાં ભારતની વિવિધતામાં એકતાની ઝલક જોવા મળશે. ડબલ્યૂઇએફમાં દુનિયાના અમીર અને શક્તિશાળી લોકો એકત્રિત થશે. ભારત આ વખતે અત્યારસુધીનું સૌથી મોટું દળ દાવોસ મોકલી રહ્યું છે. ભારતીય પ્રતિનિધિમંડળમાં પાંચ કેન્દ્રીય મંત્રી, ત્રણ મુખ્યમંત્રી અને ઘણાં રાજ્યોના મંત્રીઓ સાથે અંદાજિત 100 મુખ્ય સીઈઓ, સરકાર, નાગરીક સમાજ અને કળા તેમજ સંસ્કૃતિનાં ક્ષેત્ર સાથે જોડાયેલા દિગ્ગજ સામેલ થશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. વૈષ્ણવે દાવોસ રવાના થતા પહેલા કહ્યું હતું કે, વિશ્વ આર્થિક મંચમાં તેમની વિચાર પ્રક્રિયા, પીએમ મોદીની આર્થિક નીતિ, ડિજિટલ પરિવર્તન અને જે રીતે ભારતે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ નવું માળખું બનાવ્યું છે તેને સમજવામાં રુચિ છે. ભારતીય પ્રતિનિધિમંડળમાં ચાર અન્ય કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી અને રામમોહન નાયડુ પણ બેઠકમાં સામેલ થશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગણના મુખ્યમંત્રી પ્રતિનિધિમંડળમાં સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ January 20, Mon, 2025