• ગુરુવાર, 10 જુલાઈ, 2025

ગેરકાયદે ભારતીયોની વાપસીની તૈયારી : દૂતાવાસ હુમલા મુદ્દેય જયશંકરની ગર્જના

વોશિંગ્ટન, તા. 23 : અમેરિકા પ્રવાસે પહોંચેલા ભારતના  વિદેશમંત્રી એસ. જયશંકરે એક મહત્ત્વનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અમેરિકામાં ગેરકાયદે વસી રહેલા ભારતીયોની વાપસી માટે તૈયાર છે.

સાથોસાથ સાન ફ્રાંસિસ્કોમાં 2023માં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાના મુદ્દે ગર્જના કરતાં જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સહાનુભૂતિ નહીં, જવાબદારી ઇચ્છે છે.

હુમલાની એ ઘટનામાં સામેલ લોકોને જવાબદાર ઠરાવવા જોઇએ, તેવું અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું.

ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કરતાં તોડફોડ સાથે તૈનાત ભારતીય અધિકારીઓને મારપીટ પણ કરી હતી.

જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત નક્કર કાર્યવાહી ઇચ્છે છે. અપરાધીઓની ઓળખ કરીને કઠોર સજાની અમારી માંગ છે.

દરમ્યાન ભારતના વિદેશમંત્રી બોલ્યા હતા કે, અમારા નાગરિક ગેરકાયદે વસે છે તો એ નક્કી થઇ જાય છે કે, એ તમામ અમારા નાગરિક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપાતાં ભારતીય વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારત પણ ગેરકાયદે પ્રવાસનનો વિરોધ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક