એડીઆરના
અહેવાલ મુજબ 2023-24માં પક્ષોને રૂા. 2544 કરોડનું ‘ડોનેશન’ મળ્યું
નવી
દિલ્હી, તા. 8 : ચૂંટણી સુધારા અને અધિકારોને લગતા સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રેટિક
રિફોર્મ્સ (એડીઆર)ના એક અહેવાલ મુજબ 2023-24ના નાણાકીય વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય પક્ષો
પૈકી સૌથી વધુ દાન ભાજપને મળ્યું હતું. ભાજપને રૂા. 2243 કરોડના કુલ 83પ8 દાન મળ્યા
હતા. ચૂંટણીપંચને સોંપવામાં આવેલા આંકડોના આધારે રૂા. 20000થી વધુના રાજકીય ડેનેશનના
આ અહેવાલ અનુસાર રાજકીય પક્ષોને કુલ 12પ47 દાન
જાહેર કરાયાં હતાં અને પક્ષોને કુલ રૂા. 2પ44.28 કરોડ મળ્યા હતા. અગાઉના વર્ષની
તુલનાએ આ દાનમાં 199 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો.
દાન
પૈકી એકલા ભાજપને જ 88 ટકા રકમ મળી હતી. કોંગ્રેસને 1994 દાન મારફત રૂા. 281.48 કરોડ
મળ્યા હતા. બસપે વીસ હજાર રૂપિયાથી વધુના કોઈ દાનની વિગત જાહેર કરી નથી. આપને રૂા.
26.03 કરોડ મળ્યા હતા. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીઈપી)ને રૂા. 7.33 કરોડનું દાન મળ્યું
હતું.
ચૂંટણીપંચે
30 સપ્ટેમ્બર,2024 સુધી દાનની વિગતો રજૂ કરી દેવા જણાવ્યું હતું પણ માત્ર આપ અને બસપે
જ પોતાને મળેલા યોગદાનના આંકડા સમયસર આપ્યા હતા. ભાજપે 42 દિવસના વિલંબ બાદ રજૂ કર્યા
હતા. એ જ રીતે કોંગ્રેસે 27 દિવસ બાદ, એનપીઈપીએ 23 દિવસ બાદ વિગતો આપી હતી.
એડીઆરના
અહેવાલ મુજબ 2023-24માં અન્ય તમામ પક્ષોને મળેલા
કુલ કોર્પોરેટ દાન (રૂા. 197.97 કરોડ) કરતાં એકલા ભાજપને નવ ગણા વધુ રૂા.
2064.પ8 કરોડ મળ્યા હતા. પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપ અને કોંગ્રેસને રૂા. 880
કરોડ આપ્યા હતા. રાજકીય પક્ષોને સૌથી વધુ દાન દેનારા આ ટ્રસ્ટે ભાજપને રૂા. 723.67
કરોડ અને કોંગ્રેસને રૂા. 1પ6.40 કરોડ આપ્યા હતા. ટ્રાયમ્ફ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને
ચાર વાર આપેલા દાન હેઠળ રૂા. 127.પ0 કરોડ અને ડેરિચ ઈન્વેસ્ટમેન્ટે ભાજપને રૂા. પ0
કરોડ અને કોંગ્રેસને રૂા. 3.20 કરોડ આપ્યા હતા. ભારત બાયોટેકે ભાજપને રૂા. પ0 કરોડ,
રુંગટા સન્સ પ્રાઈવેટ લિમિટેડે રૂા. પ0 કરોડ અને દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન
પ્રા.લિ.એ રૂા. 30 કરોડ આપ્યા હતા.