• રવિવાર, 06 જુલાઈ, 2025

અમેરિકામાં ઈસ્કોન મંદિર ઉપર અંધાધૂંધ ગોળીબાર

ભારતીય દૂતાવાસે બનાવની નિંદા કરી, આરોપીઓ ઉપર ત્વરિત કાર્યવાહીની માગ

નવી દિલ્હી, તા. 2 : અમેરિકામાં યુટાના સ્પેનિશ ફોર્કમાં સ્થિત એક ઈસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મંદિર ઉપર ઓછામાં ઓછા 20-30 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. આ મામલે ભારતીય દૂતાવાસે આકરી પ્રતિક્રિયા આપતા સખત કાર્યવાહીની માગણી કરી હતી.

ઈસ્કોનના કહેવા પ્રમાણે રાત્રીના સમયે મંદિરની ઈમારત અને આસપાસની સંપત્તિ ઉપર 20-30 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ભક્તો મંદિરની અંદર જ હતા. ગોળીબારથી મંદિરની દિવાલોને નુકસાન પહોંચ્યું છે. આ બનાવની નિંદા કરતા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના દૂતાવાસે ત્વરિત કાર્યવાહીની માગણી કરી હતી. એક્સ ઉપર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે યુટાના સ્પેનિશ ફોર્કમાં ઈસ્કોન મંદિરમાં થયેલા ગોળીબારની નિંદા કરવામાં આવે છે. વાણિજ્ય દૂતાવાસ તમામ ભક્તો અને સમુદાયને પૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવો આગ્રહ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢ : બિલ્ડરના ઘરમાં ઘૂસી 7 લાખ રોકડા 3.50 કરોડના ચેક પડાવી લીધા પૈસાની લેતી-દેતી કારણભૂત : મારકૂટ કરનાર 4 સામે ફરિયાદ July 05, Sat, 2025