નવી દિલ્હી, તા. 3 : હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી થયેલી તબાહીમાં મૃતકોની સંખ્યા 19એ પહોંચી છે. મંડી જિલ્લામાં લાપતા લોકો 34થી વધીને 56 થયા છે. જેમાં સર્વાધિક 46 લોકો સરાજ ક્ષેત્રના છે. થુનાગમાં આઠ, ગોહરમાં 6, કરસોગામાં એક, કાંગડામાં બે, નાદૌન અને જોગિન્દ્રનગરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 370 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુએ મંડીના પ્રભાવિત ક્ષેત્રનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ રેસ્ક્યૂ અને રાહત માટે વાયુસેનાની મદદ માગી છે. વર્તમાન સમયે પ્રભાવિત ક્ષેત્રોમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
હિમાચલમાં સોમવારેરાત્રે વાદળ
ફાટવા, ભારતે વરસાદ અને ભૂસ્ખલનના બનાવો બાદ 100થી વધારે માર્ગો હજી પણ ઠપ છે. સરકારની
આંકડા અનુસાર મંડીમાં 154 ઘર, 106 ગૌશાળા અને 14 પુલ ધ્વસ્ત થયા છે. 31 ગાડીઓ ક્ષતિગ્રસ્ત
થઈ છે અને 164 પશુઓ મર્યા છે. પ્રદેશમાં સેંકડો વીજ ટ્રાન્સફોર્મર અને પિવાના પાણીની
યોજનાઓ ઠપ થઈ છે. આ દરમિયાન કુલ્લુની બંજાર ઘાટીમાં ફસાયેલા 250 સહેલાણીઓને રેસ્ક્યૂ
કરવામાં આવ્યા છે.