• મંગળવાર, 03 માર્ચ, 2026

આ તો દેવતાનું પણ શોષણ ા બાંકે બિહારી મંદિરની વ્યવસ્થા મુદ્દે સુપ્રીમની સખત ટિપ્પણી મંદિરમાં દર્શનનાં સમય અને સમૃદ્ધ લોકો દ્વારા વિશેષ પૂજાને ઠરાવી અયોગ્ય

નવીદિલ્હી, તા.1પ : વૃંદાવન સ્થિત ઠાકુર શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શનનાં સમય અને વર્તમાન વ્યવસ્થા ઉપર કડક ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેવતાને પણ આરામનો સમય મળતો નથી અને આને એક પ્રકારે શોષણ જ માનવું જોઈએ.

આજે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે મંદિર વ્યવસ્થાની દેખરેખ રાખતી સંચાલન સમિતિ અને ઉત્તરપ્રદેશ સરકારને પણ નોટિસ જારી કરી હતી. આ સમિતિને ઉત્તરપ્રદેશ શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ વટહુકમ 2025 હેઠળ બનાવવામાં આવી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં રચેલી અધિકૃત સમિતિના કેટલાક નિર્ણયો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને ખાસ કરીને તેમાં મંદિરમાં દર્શનનાં સમય અને મંદિરની પરંપરાઓ મુદ્દે વાંધા લેવામાં આવ્યા છે.

અરજદાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ ધારાશાત્રી શ્યામ દીવાને દલીલો આપતાં કહ્યું હતું કે, દર્શનનાં સમય અને પરંપરામાં ફેરફાર સંવેદનશીલ વિષય છે અને તેને ખૂબ જ સાવધાનીથી જોવાની આવશ્યકતા છે. આ સુધારાનો ઉદ્દેશ શ્રદ્ધાળુઓની સુરક્ષા છે. જેથી ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય. દીવાને આગળ કહ્યું હતું કે, ગુરુ-શિષ્ય વચ્ચે થતી ધૈર્ય પૂજાની વ્યવસ્થાને પણ બંધ કરી નાખવામાં આવી છે અને દર્શન વ્યવસ્થામાં સુધારા કરવામાં આવ્યા હતા. જો કે આમાં પરંપરાઓ સાથે છેડછાડ થવી ન જોઈએ. આવી જ રીતે વીઆઇપી દર્શનની મંજૂરી પણ આપવી ન જોઈએ.

આ મામલે દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઇ) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીએ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક