• મંગળવાર, 03 માર્ચ, 2026

જોર્ડનમાં મોદીનું ભવ્ય સ્વાગત

જોર્ડન, તા.15: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત માટે જોર્ડન પહોંચ્યા છે. જોર્ડનના પ્રધાન મંત્રી જાફર હસન દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીની મુલાકાતનો હેતુ અરબ દેશ સાથે દ્વિપક્ષીય સંબોધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂરા થવા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 3 દેશના પ્રવાસ માટે રવાના થયા હતા. પીએમ મોદી પહેલા જોર્ડન પહોંચ્યા હતા.

પીએમ મોદી રાજા અબ્દુલ્લા બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની બે દિવસીય મુલાકાતે છે. પીએમ  મોદીની મુલાકાતનો હેતુ અરબ દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક