નાઇટ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવને રિમાન્ડ બાદ પોલીસ ગોવા લઇ જશે
નવી દિલ્હી, તા. 16 : ગોવા નાઇટ
ક્લબ અગ્નિકાંડના મામલામાં મુખ્ય આરોપી સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને મંગળવારે થાઇલેન્ડથી
દિલ્હી લવાયા હતા.
અગ્નિકાંડમાં 25 લોકોનાં મોતથી
દેશભરમાં ભારે આક્રોશ વચ્ચે દેશ છોડીને ભાગી
ગયેલા લુથરાબંધુઓની પોલીસે મંગળવારે બપોરે
એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી હતી.
પટિયલા હાઉસ કોર્ટમાંથી રિમાંડ
મળ્યા પછી પોલીસ બન્ને આરોપીને પાછી ગોવા લઇ જશે. સૌરભ અને ગૌરવ નાઇટ ક્લબના માલિક
છે.
થાઇ અધિકારીઓને નવમી ડિસેમ્બરના
જાણ થઇ હતી કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ જે લુથરાબંધુની તલાશ કરી રહી છે, તે બન્ને ફુકૈટમાં
છુપાયેલ છે.