• મંગળવાર, 03 માર્ચ, 2026

જળથી પર્યટન સુધી ભારત - જોર્ડન ભાગીદારી : મોદી વડાપ્રધાને બન્ને દેશની ભાગીદારીના વિસ્તાર અંગે વાત કરી

અમ્માન,. તા.16 : પ્રધાનમંત્રી મોદીએ ત્રણ દેશોની ચાર દિવસની મુલાકાત અંતર્ગત જોર્ડનમાં બિઝનેસ મીટને સંબોધિત કરી બન્ને દેશ વચ્ચેના સંબંધો પર વાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટથી તેમણે જણાવ્યું કે, ભારત-જોર્ડનની ભાગીદારીનો મહત્ત્વપૂર્ણ વિસ્તાર થયો છે. નવી અને રિન્યૂએબલ એનર્જીમાં સહયોગ કલીન ગ્રોથ, એનર્જી સિક્યોરિટી અને ક્લાયમેટ રિસ્પોન્સિબિલિટી પ્રત્યે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જળ સંશાધન વ્યવસ્થા અને વિકાસમાં સહયોગ આપણને સંરક્ષણ, સ્કિલ અને ટેકનોલોજીમાં સારી રીતો શેર કરવામાં મદદ મળશે. જેથી લાંબા સમય સુધી પાણીની સુરક્ષા સુનિશ્ચિત થશે.

વધુમાં કહ્યું કે, પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વિન એગ્રીમેન્ટમાં વારસાનું સંરક્ષણ, પર્યટન અને એકેડમિક આદાન પ્રદાનના નવા રસ્તા ખોલશે. વધુમાં કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ ભારત અને જોર્ડનની સોચ એક સમાન છે. આ પહેલાં તેમણે સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વના ઘણા દેશો સાથે સરહદો વહેંચે છે અને ઘણા દેશો સાથે બજારો પણ શેર કરે છે પરંતુ ભારત અને જોર્ડન એક એવો સંબંધ ધરાવે છે જ્યાં ઐતિહાસિક વિશ્વાસ અને ભવિષ્યની આર્થિક તકો સહઅસ્તિત્વ ધરાવે છે. ગઈકાલે જોર્ડનના રાજા સાથેની મારી વાતચીતનો સાર એ હતો કે ભૂગોળને તકમાં અને તકને વિકાસમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. અમે આ અંગે વિગતવાર ચર્ચા કરી. આજે જોર્ડન એક સેતુ બની ગયું છે જે વિવિધ પ્રદેશો વચ્ચે સહયોગ અને સંકલનને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર રીતે મદદ કરી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક