• મંગળવાર, 12 મે, 2026

આસામમાં બીજીવાર હિમંતારાજ

ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા રૂપે ચૂંટાયા : કાલે શપથ, મોદી-શાહની હાજરી

ગુવાહાતી, તા. 10 : આસામમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ નેતૃત્વ અંગે તમામ અટકળોનો રવિવારે અંત આવી ગયો હતો. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાઈ આવતાં હિમંતા બિસવા સરમા બીજીવાર પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રી બનશે.

હિમંતા 12મી મેના દિવસે મંગળવારે શપથ ગ્રહણ કરશે. બેઠક બાદ નડ્ડાએ કહ્યું હતું કે, જોડાણના અન્ય સહયોગીઓ આસામ ગણપરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)એ પણ સરમાનાં નામને સમર્થન આપ્યું હતું.  ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ જોડાણે બે તૃતીયાંશ બહુમત સાથે રાજ્યમાં ત્રીજીવાર જીત હાંસિલ કરી છે. હિમંતા બિસવા સરમાના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના ટોચના નેતૃત્વ તેમજ એનડીએના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.  આસામમાં 126 સભ્યોની વિધાનસભામાં ભાજપે 82 બેઠકો પર બાજી મારી હતી, તો સાથી પક્ષો એજીપી અને બીપીએફને 10-10 બેઠક મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક