ધર્મશાલા, તા.10 : આઇપીએલમાં સોમવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાલા ખાતે ટક્કર થશે. ધર્મશાલા પીબીકેએસનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. બન્ને ટીમ તેમના પાછલા મેચમાં હાર સહન કરી આ મેદાન પર ઉતરશે. પોતાના પહેલા 7 મેચમાં અપરાજિત રહેનાર પંજાબ કિંગ્સને બાદમાં ઉપરાઉપરી 3 હારનો સમાનો કરવો પડયો છે. તેના ખાતામાં 10 મેચમાં 6 જીતથી 13 અંક છે. અહીંથી પ્લેઓફમાં પહોંચવા અય્યરની ટીમે હવે ફરી વિજયક્રમ હાંસલ કરવો પડશે. બીજી તરફ 11 મેચમાં 7 હાર સહન કરનાર અક્ષર પટેલની ટીમની પ્લેઓફ આશા ધૂંધળી છે.
પંજાબ
કિંગ્સના કોચ રીકિ પોન્ટિંગને માનવું છે કે તેની ટીમે ફોર્મ ગુમાવ્યું નથી. ફકત હાર
મળી રહી છે. તે માટે ટીમ જરૂર ભૂલ કરી રહી છે. ખાસ કરીને કેચ ડ્રોપ કરવાના મામલે. પાછલા
મેચમાં સનરાઇઝર્સ સામે પંજાબના ફિલ્ડરોએ લગભગ અરધો ડઝન કેચ પડતા મૂક્યા હતા. જે અંતમાં
ભારે પડયા હતા. કલાસેન-ઇશાને બે-બે જીવતદાનનો લાભ લઈ આતશી અર્ધસદી ફટકારી હતી.
દિલ્હી
કેપિટલ્સના કે એલ રાહુલ અને કપ્તાન અક્ષર પટેલ સહિતના ખેલાડીઓ ટૂકડામાં દેખાવ કરી રહ્યા
છે. ટીમમાં નિરંતરતાનો સ્પષ્ટ અભાવ છે. કપ્તાન પટેલ ખુદ સ્વીકારી ચૂક્યો છે. તેમની
સીઝન સમાપ્ત થઈ ચૂકી છે. આ મેચમાં બેંચ પરના પૃથ્વી શો જેવા બીજા ખેલાડીઓને તક મળી
શકે છે. આ મેચમાં બન્ને ટીમના મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલની ફોર્મ
વાપસીની આશા રહેશે. એક સમયે આ બન્ને ‘કુલ્ચા’ નામની જોડી તરીકે પ્રસિદ્ધ બની હતી.