• મંગળવાર, 12 મે, 2026

સિહોરના ચોરવડલામાં યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

અંગત અદાવતના કારણે હત્યાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી 

ભાવનગર, તા.11:ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે વાડી વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માલધારી સમાજના 30 વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી પર અજાણ્યા શખસોએ માથાના ભાગે જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકો અને માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ સિહોર અને સોનગઢ પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ અંગત અદાવતની આશંકાએ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક