• મંગળવાર, 12 મે, 2026

દેશમાં પહેલી જુલાઇથી જીરામજી

- કેન્દ્ર સરકારની ઘોષણા : કોઇ જ મજરને કામથી વંચિત નહીં રખાય, 125 દિવસ કામની ગેરંટી

નવી દિલ્હી, તા. 11 : કેન્દ્ર સરકારે સોમવારે ઘોષણા કરી હતી કે, ‘િવકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે વીબી જીરામજી પહેલી જુલાઇથી સમગ્ર દેશમાં લાગૂ કરરી દેવાશે.

આ સાથે જ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોમેન્ટ એકટ (મનરેગા) ખતમ કરી દેવાશે, તેવું સરકારે જણાવ્યું હતું.

ગ્રામીણ વિકાસ મંત્રાલયે કહ્યું હતું કે, આ નવો કાયદો તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ થશે. આ બદલાવથી મજૂરોનાં કામ પર કોઇ અસર નહીં પડે. તેવો ભરોસો સરકારે અપાવ્યો હતો.

મંત્રાલયે કહ્યું હતું કે, 30 જુન સુધી મનરેગા હેઠળ ચાલતાં કામોને નવી સિસ્ટમમાં પણ એજ રીતે ચાલુ રખાશે. કોઇ કામ રોકાશે નહીં.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ જારી નહીં થાય ત્યાં સુધી મનરેગા જોબકાર્ડ માન્ય રહેશે.

ઉપરાંત જેમનું ઇ-કેવાયસી બાકી છે, તેવા મજુરોને પણ કામથી વંચિત નહીં રખાય. જોબકાર્ડ છે, તેમની નોંધણી ગ્રામપંચાયત સ્તરે જારી રહેશે.

સરકારે જણાવ્યું હતું કે, નવા કાયદામાં હવેથી 100 દિવસનાં સ્થાને એક વર્ષમાં 125 દિવસ કામ આપવાની ગેરંટી મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક