મધ્યપ્રદેશ-બિહારમાં
વરસાદની ચેતવણી, દિલ્હીથી ચોમાસાંની વહેલી વિદાય
નવી
દિલ્હી, તા.23 : બંગાળની ખાડીમાં સર્જાયેલો ચક્રવાત અર્ણબ છેલ્લા છ કલાકમાં 12 કિમી
પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યો છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યે તે આંધ્રપ્રદેશના
કાલિંગપટ્ટનમથી લગભગ 70 કિમી દૂર હતો અને આજે રાત્રિ સુધીમાં ચક્રવાત ઓરિસ્સાના કાલિંગપટ્ટનમ
કિનારે અથડાવાની ધારણા છે. બીજી તરફ, મધ્યપ્રદેશના છિંદવાડા, સિઓની અને બાલાઘાટ માટે
ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સમગ્ર બિહાર રાજ્ય માટે વરસાદની ચેતવણી જારી
કરવામાં આવી છે.