• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

બોટાદમાંથી સમુદ્રમાં પડી જતા ધારા બંદરનો ખલાસી થયો ગુમ

પોરબંદર, તા.23: સૈયદ રાજપરાના રમેશ બાંભણીયાએ પોરબંદરના નવીબંદર મરીન પોલીસમાં જાહેર કર્યુ છે કે, જાફરાબાદના ધારા બંદર ગામે તથા હાલ સૈયદ રાજપરા ગામે રહેતો હિંમત કાના મકવાણા (ઉં.વ.38) તા.29-8 ના ફિશીંગ બોટમાં સૈયદ રાજપરા બંદરથી 24 નોટીકલ માઇલ દૂર હતો. ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બોટ પરથી સમુદ્રના પાણીમાં પડી જતા ગુમ થયો છે. શોધખોળ કરવા છતાં હજુ પત્તો મળ્યો નથી. તેથી પોલીસને જાણ કરવામાં આવતા નવી બંદર મરીન પોલીસે તપાસ શરૂ કરી છે.

 

નવાગામ રાજપરના અલખધણી આશ્રમથી યુવાન ગુમ થયો

પોરબંદર, તા.23: નવાગામ રાજપરના અલખધણી આશ્રમ ખાતેથી પશ્ચિમ બંગાળનો યુવાન ગુમ થયો હતો. પશ્ચિમ બંગાળના નસીમુલ મકલેશે પોરબંદરના નવીબંદર પોલીસમાં વિગત જાહેર કરી છે કે, એસ.કે. સહાજન શહેરાજુન નામનો 26 વર્ષનો યુવાન નરવાઇ મંદિર સામે આવેલા અલખધણી આશ્રમ ખાતેથી તા.16-9 ના રાત્રે અચાનક ગુમ થઇ ગયો હતો. બનાવને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક