• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ગોવામાં થશે આઈપીએલ ઓક્શન !

બીસીસીઆઈનું એલાન, ડિસેમ્બરમાં આયોજન

નવી દિલ્હી, તા. 23 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ આઈપીએલ ઓક્શનને લઈને મોટો ખુલાસો કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલ ઓક્શનની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. છેલ્લા અમુક વર્ષથી આઈપીએલ ઓક્શન સાઉદી અરબ, દુબઈ અને અબૂ ધાબી જેવા સ્થળોએ થઈ રહ્યું છે. જો કે આ વખતે બીસીસીઆઈ ઓક્શન ફરીથી ભારતમાં કરાવવાનો નિર્ણય લીધો છે.

દેવજીત સૈકિયએ સાફ કર્યું છે કે ચાલુ વર્ષે ડિસેમ્બરના મહિનામાં આઈપીએલ ઓક્શન ગોવામાં આયોજીત કરવામાં આવશે એટલે કે ગોવાના સમુદ્રના કિનારે ખેલાડીઓ ઉપર પૈસાનો વરસાદ જોવા મળશે. વધુમાં ઓક્શનની તારીખ પણ ટૂંક સમયમાં સામે આવી શકે છે.

બીજી તરફ ભારત એ અને ઓસ્ટ્રેલિયાએ મહિલા ટીમ વચ્ચે થનારી શ્રેણીના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વરસાદ અને હવામાન પલટાને ધ્યાને રાખીને મેચને ધર્મશાળાથી હટાવીને મોહાલી શિફ્ટ કરવામાં આવ્યા છે. સૈકિયાએ કહ્યું હતું કે, ધર્મશાળામાં સતત થઈ રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે ક્રિકેટ મેચ મુશ્કેલ હતા. આ માટે બોર્ડે તાકીદના પ્રભાવથી મેચને મોહાલી ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક