સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પાકે લખેલા પત્ર સામે ઉઠાવાયો કડક વાંધો
નવી
દિલ્હી, તા. 23 : સિંધુ જળસંધિ અંગે પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
(યુએનજીએ)ને મોકલવામાં આવેલા પત્ર સામે ભારતે કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ
મંત્રાલયે પાકિસ્તાન પર તથ્યોને ખોટી રીતે રજૂ કરવા અને પોતાના પક્ષમાં પ્રચાર કરવાનો
આરોપ લગાવ્યો હતો.
મંત્રાલયના
પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન જે નિર્ણયને સ્થાયી મધ્યસ્થતા
ન્યાયાલય (પીસીએ)નો ચુકાદો બતાવી રહ્યુઊં છે, ભારત તેને માન્યતા આપતૃ જ નથી. જયસ્વાલે
જણાવ્યું હતું કે ભારતની આ મામલામાં સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ છે. ભારતનું કહેવું છે
કે જે કોર્ટ ઓફ આર્બિટ્રેશને આ નિર્ણય આપ્યો છે તેની રચના સિંધુ જળ સંધિની શરતોની વિરુદ્ધ
છે એટલે જ ભારતે ન તો આ સંસ્થાને માન્યતા આપી છે કે ન તો તેની કાર્યવાહીમાં ભાગ લીધો
છે. ભારત અનુસાર આ કોર્ટને દેશના સંપ્રભુ નિર્ણયો પર કોઈ અધિકાર નથી. સ્થાયી મધ્યસ્થતા
ન્યાયાલય (પીસીએ) એક અંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે અલગ-અલગ દેશો, સરકારી સંસ્થાઓ અને
ખાનગી પક્ષો વચ્ચેના વિવાદોને શાંતિપૂર્વક ઉકેલવા માટે મધ્યસ્થતા અને કાનૂની મદદ ઉપલબ્ધ
કરાવે છે. જોકે ભારત કહેતું આવ્યું છે કે સિંધુ જળ સંધિથી જોડાયેલા આ મામલામાં જે કોર્ટ
ઓફ આર્બિટ્રેશનની રચના કરવામાં આવી છે તે સંધિની શરતો મુજબની નથી.