• શનિવાર, 27 જુલાઈ, 2024

100 કલાક બાદ ગોળીબાર બંધ

જો કે, અનંતનાગમાં તલાશી અભિયાન ચાલુ : અત્યાર સુધી છ આતંકી ઠાર

શ્રીનગર, તા. 17 : કાશ્મીરના અનંતનાગમાં છેલ્લા 100 કલાકથી ચાલતો ગોળીબાર બંધ થયો હતો, જો કે, સુરક્ષા દળોએ રવિવારે પાંચમા દિ’એ પણ તલાશી અભિયાન ચાલુ રાખ્યું હતું. સતત વરસાદ પડવાથી તેમાં પણ મુશ્કેલી આવી રહી છે. આ પહેલાં સેનાએ પહેલીવાર સૌથી એડવાન્સ્ડ ડ્રોન હેરોન માર્ક-2નો ઉપયોગ કરી ગ્રેનેડ હુમલો કરી એક આતંકીને ઠાર માર્યો હતો. અત્યાર સુધી જંગલમાં છુપાયેલા આતંકવાદીઓમાંથી છનો ખાતમો કરાયો છે.

એક મીડિયા હેવાલમાં જણાવાયા મુજબ, કોકેરનાગમાં સેનાએ આતંકવાદીઓને શોધવાના અભિયાનને ચાલુ રાખતાં શનિવારે ચાર આતંકીને માર્યા હતા, જ્યારે પાંચમા દિવસે સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર બંધ થયો હતો, પણ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આ પહેલાં સેના પાસે રહેલા સૌથી વધુ એડવાન્સ્ડ હેરોન ડ્રોન વડે ગ્રનેડ હુમલો કરી શનિવારે એકને ઠાર કર્યો હતો.

તે ઉપરાંત માનવતાના દુશ્મનોને ભગાડવામાં ક્વોર્ડ કોપટર ડ્રોનની મદદ લેવાઈ હતી. આ ડ્રોન ગોળી અને ગ્રનેડ વરસાવવામાં સક્ષમ છે અને તેને 15 કિલોમીટર દૂરથી પણ સંચાલિત કરી શકાય છે.

પીર પંજાલ બ્રિગેડના કમાન્ડર પીએમએસ ઢિલ્લને કહ્યું કે, બારામુલ્લામાં એલઓસી પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં ત્રણ આતંકી મરાયા હતા, જ્યારે બેના શબ મળ્યા હતા અને ત્રીજાની લાશ પાક. સીમા પાસે પડી હતી, પરંતુ પાક. સેના આતંકીઓને સાથ આપતી હોવાથી સતત ગોળીબારના કારણે તેને કબજામાં લેવાઈ નહોતી.

સેનાએ જણાવ્યું કે, કોકેરનાગના એન્કાઉન્ટર વિસ્તારમાં ડ્રોન અને હેલિકોપ્ટરથી નજર રખાઈ રહી છે. ગાઢ જંગલોમાં સિમેન્ટ, કોંક્રિટ અને પ્લાસ્ટિકથી ઢંકાયેલી ગુફામાં છુપાયેલા ત્રાસવાદીઓને શોધવાની કામગીરી ચાલુ રખાઈ છે.

ઉલ્લેખનીય છે કે, એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સેનાના બે અધિકારી, એક જવાન અને એક પોલીસ અધિકારી શહીદ થઈ ચૂક્યા છે. કાશ્મીરના એડીજીપી વિજયકુમારે કહ્યું હતું કે, બે-ત્રણ આતંકી રાજૌરી સુધી ફેલાયેલા પીર પંજારના ગાઢ જંગલોમાં છુપાયેલા છે, જે તમામને પણ ઠાર મરાશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024