• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

લિવ ઇન પાર્ટનરના મિક્સરમાં કર્યા ટુકડા, કૂકરમાં બાફી શ્વાનોને ધર્યા !

મુંબઈમાં યુવતીની સનસનીખેજ હત્યા: પ6 વર્ષનો આરોપી ઝડપાયો

મુંબઈ, તા.8 : આખા દેશને હચમચાવી નાખનાર દિલ્હીના શ્રદ્ધા વોલકર હત્યાકાંડથી પણ ખૌફનાક હત્યાકાંડ મુંબઈના મીરા રોડની ગીતા આકાશ દીપ સોસાયટીમાં સામે આવ્યો છે જ્યાં એક લિવ ઇન પાર્ટનરની અત્યંત ક્રૂર રીતે હત્યા કરી, મૃતદેહના મિક્સરમાં ટુકડા કરી, કૂકરમાં બાફીને શ્વાનોને ખવડાવી દીધાનો ખુલાસો થયો છે. હત્યા કરાયેલી મહિલાનો અડધો મૃતદેહ ભાડાના ફલેટમાંથી પોલીસે પોટલામાં કબજે લીધો હતો.

પોલીસે પ6 વર્ષના આરોપી મનોજ સાહનીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપ છે કે તેણે ઝઘડો થયા બાદ ગુસ્સામાં 3 વર્ષથી લિવ ઇન પાર્ટનર 3ર વર્ષની સરસ્વતી વૈદ્યની હત્યા કરી વૃક્ષ કાપવાના કટરથી લાશના ટુકડા કરી વાસણોમાં ભર્યા અને વારાફરતી તેનો નિકાલ કરતો હતો. ફલેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરતાં સ્થળ તપાસ માટે આવેલી પોલીસે ફલેટમાં દૃશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. સ્થળ પર લોહીથી લથબથ 3 કટર, લાશના ઉપરના ભાગના ટૂકડા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ સનસનીખેજ ખુલાસા કર્યા હતા. આરોપીએ બચાવ કર્યો કે તેની લિવ ઈન પાર્ટનરે કોઈ કારણથી આપઘાત કર્યો હતો જેથી ઘરે પરત આવ્યા બાદ તે ડરી ગયો અને શ્રદ્ધા કેસ વિશે સાંભળ્યું હોય તે રીતે લાશનો નિકાલ કરવા પ્રયાસ કર્યો હતો.