• સોમવાર, 06 મે, 2024

મોદી સામે કોંગ્રેસની ફરિયાદ ઉપર પંચની વિચારણા

ચૂંટણી અધિકારી પાસેથી મોદીનાં ભાષણનાં વીડિયો અને સમાચારનાં કટિંગ માગ્યા

નવીદિલ્હી, તા.23: રાજસ્થાનનાં બાંસવાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં કરેલી ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવેલી છે અને સૂત્રોનાં હવાલેથી મળતા અહેવાલો અનુસાર આ ફરિયાદ ઉપર પંચ વિચારણા કરી રહ્યું છે. 

પંચ દ્વારા બાંસવાડાનાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી મોદીનાં ભાષણનું વીડિયો રેકોર્ડિંગ પણ માગવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જિલ્લા ચૂંટણી અધિકારીને મોદીની આ ટિપ્પણી વિશે અખબારોનાં કટિંગ, સમાચાર ચેનલોની ક્લિપ અને ટ્રાન્સક્રિપ્ટ પંચને આજે સાંજ સુધીમાં પહોંચાડવાનો સમય આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઘૃણા ફેલાવતા ભાષણનો આરોપ લગાડીને ફરિયાદ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ 21મી એપ્રિલે બાંસવાડામાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવશે તો સંપત્તિ વધુ બાળકો પેદા કરનાર અને ઘૂસણખોરોમાં વહેંચી દેવામાં આવશે. આ ટિપ્પણી વિરુદ્ધ કોંગ્રેસે પંચને ફરિયાદ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024