• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

જેકીની અદામાં ‘ભીડુ’ બોલવું મોંઘું પડશે!

મંજૂરી વિના ‘ભીડૂ’ બોલ્યા તો 2.01 કરોડનો દંડ !: જેકી શ્રોફની હાઈકોર્ટમાં અરજી, લિંક્સ હટાવવા આદેશ

મુંબઈ, તા.14 :  બોલીવૂડના ખ્યાતનામ અભિનેતા જેકી શ્રોફ માટે ‘ભીડુ’ શબ્દ તકિયાકલામ જેવો છે અને ફિલ્મ રસિકો તેની આ ઓળખથી ચિરપરિચિત પણ છે. જેકી શ્રોફના ચાહકો તેની ભીડુ બોલવાની નકલ પણ કરતા જોવા મળી જાય છે. જો કે આવું કરવું કાનૂની મુશ્કેલીમાં પણ મૂકી શકે છે! જેકીએ વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારની સુરક્ષાના કાયદા હેઠળ ભીડુ શબ્દના ઉપયોગ ઉપર દિલ્હી હાઇ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને અનેક સંસ્થાઓ સામે કેસ પણ ઝીંકી દીધો છે.

ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે પોતાનો અવાજ, નામ, તસવીર અને ‘િભડૂ’ શબ્દનો મંજૂરી વિના ઉપયોગ કરવા સામે રોક લગાવવા માગ કરી છે. તેમણે હાઈકોર્ટમાં 14 મે ના રોજ અરજી દાખલ કર્યા બાદ સુનાવણી કરતાં કોર્ટે સંબંધિત તમામ લિંક્સ હટાવવા આદેશ આપ્યો હતો.

અરજીમાં જેકીએ માગ કરી કે તેનું નામ, ફોટો, અવાજ અને ભિડૂ શબ્દનો મંજૂરી વિના ઉપયોગ કરવામાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને રૂ. ર.01 કરોડનો દંડ ફટકારવામાં આવે. કોર્ટે આરોપીઓ માટે સમન્સ જારી કરી સંબંધિત તંત્રને સંબંધિત લિંક્સ હટાવવા નિર્દેશ આપ્યો છે. વધુ સુનાવણી 1પ મે ના રોજ થઈ શકે છે. જેકી શ્રોફે કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે કે લોકો તેની મંજૂરી વિના તેના  નામ અને કામનો ઉપયોગ કરી રહયા છે. જેથી નારાજ જેકીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આવુ કરવા પર રોક મેળવી છે. ભિડૂ જેકીનો ખાસ શબ્દ છે જેનો તેઓ બોલચાલમાં ઉપયોગ કરતાં હોય છે. તેની સ્ટાઈલ, બોલવાની રીત, હાવભાવ અને અવાજનો મોડયૂલેશન હટકે હોય છે. જેકી નારાજ છે કે તેની પર્સનાલિટીનો તેની મંજૂરી વિના ઉપયોગ કરાય છે જેથી તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024