• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

કેરળનાં 2500 મંદિરમાં ‘કનેર’ ફૂલ પર પ્રતિબંધ

પાન ઝેરી : નર્સનાં મૃત્યુ બાદ મંદિર ન્યાસોનો નિર્ણય

તિરુવનંતપુરમ, તા.14 : કેરળ સરકાર દ્વારા નિયંત્રિત બે મંદિર ન્યાસોએ ઓલિએન્ડર પ્રજાતિનાં ફૂલ એટલે કે કનેરને ચઢાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ મંદિર ન્યાસ રપ00 જેટલાં મંદિરોનું સંચાલન કરે છે.

સ્થાનિક ભાષામાં અરલી કહેવાતા આ ફૂલો અંગે કહેવામાં આવે છે કે તેના પાન ઝેરી હોય છે. એક યુવા નર્સે ભૂલમાં આ ફૂલનાં પાન ચાવ્યા બાદ તેનું કથિતરૂપે મૃત્યુ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે. ભારે ચકચાર બાદ મંદિર કમિટીએ આ ફૂલ પરજ પ્રતિબંધ મૂક્યો છે.

કેરળની ર4 વર્ષની એક નર્સ સૂર્યા સુરેન્દ્રન યુકેમાં નવી નોકરી મળતા જવાની તૈયારી કરી રહી હતી. દરમિયાન બેદરકારી કે બીજું કંઈ તેણે પોતાના ઘરમાં ઉગેલા કનેર ફૂલનાં કેટલાંક પાંદળા ચાવી લીધાં ત્યાર બાદ તે એરપોર્ટ જવા નીકળી હતી પરંતુ બાદમાં તેને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ થયું હતું. દક્ષિણ કેરળમાં ઓલિએન્ડર ફૂલ ખાવાથી પશુનાં મૃત્યુ થયાના બનાવ બની ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024