• મંગળવાર, 25 જૂન, 2024

શપથના 24 કલાકમાં મંત્રીની પલટી

કેરળના ભાજપ સાંસદ સુરેશ ગોપીને ફિલ્મો કરવી છે, કહ્યું જ તું કે...

નવી દિલ્હી તા.10 : કેન્દ્રની એનડીએ સરકારના જંબો મંત્રી મંડળમાં રાજયકક્ષાના મંત્રી બનેલા કેરળના જાણિતા અભિનેતા સુરેશ ગોપીએ ર4 કલાકમાં જ પલટી મારી કહયુ કે હું સાંસદ તરીકે કામ કરવા માગુ છું, હું કેબિનેટનો ભાગ બનવા ઈચ્છતો ન હતો ! ગોપીના રાજીનામાની પણ ચર્ચા ઉઠી હતી જેને તેમણે અફવા ગણાવી રદિયો આપ્યો છે.

શપથગ્રહણ સમારોહ પછી ગોપીએ એક મલયાલમ ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહયુ કે મેં (પાર્ટીને) કહયું હતુ કે મને તેમાં (મંત્રી પદ) રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં જવાબદારીથી મુકત થઈ જઈશ. લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગોપીએ કહયુ હતુ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે. ફિલ્મો તેમનો શોખ છે અને પહેલાથી જ ઘણાં પ્રોજેકટ પાઈપલાઈનમાં છે. ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપી કેરળમાં ભાજપના પહેલા સાંસદ છે. તેઓ થ્રિસૂર બેઠકથી લડયા અને સીપીઆઈના સુનિલ કુમારને 74000 મતે હરાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024