• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નીટ કાઉન્સેલિંગ મોકૂફ રાખવા સુપ્રીમની ના

પાંચ મેના યોજાયેલી પરીક્ષા 2દ કરવાનો પણ ઇન્કાર : એનટીએ-કેન્દ્રનો જવાબ માગ્યો

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ) : સુપ્રીમ કોર્ટે આજે વિવાદોથી ઘેરાયેલી નીટ-યુજીસી 2024ની પરીક્ષા માટેની છઠ્ઠી જુલાઈથી શરૂ થઈ રહેલી કાઉન્સેલિંગની પ્રક્રિયા મુલતવી રાખવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે, તે સાવ સીધી-સરળ બાબત નથી. સર્વોચ્ચ અદાલતે કથિત ગેરરીતિઓને પગલે પાંચમી મેના યોજાયેલી તેની પરીક્ષા રદ કરવાની માંગ પણ નકારી હતી અને કહ્યું હતું કે એમ કરશું તો ત્યારબાદની બધી પ્રક્રિયા રદ કરવી પડશે. કોર્ટે આ સમગ્ર પ્રકરણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને કેન્દ્ર સરકારનો બે સપ્તાહમાં જવાબ માગ્યો હતો.

ન્યાયાધીશ વિક્રમનાથ અને એસવીએન ભટ્ટની વેકેશન બેન્ચે આ મામલા ઉપરાંત પરીક્ષાનાં આચરણમાં અનિયમિતતાનો આક્ષેપ કરતી અન્ય પેન્ડિંગ અરજીની સુનાવણી માટે પાંચ જુલાઇની તારીખ નક્કી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક