• સોમવાર, 27 મે, 2024

દિવાળી પૂર્વે સાંઢિયા પુલનું કામ શરૂ!

સુધારાવાળી નવી ડિઝાઈન સાથે રેલવેમાં રૂ.1.58 કરોડ ભરવા મનપા તૈયાર થતાં હવે એક પખવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

એરપોર્ટ બગીચા પાસે ભોમેશ્વર મંદિર ટ્રસ્ટની જમીનનો અમુક હિસ્સો કપાતમાં જશે

રાજકોટ, તા.31 : શહેરના જામનગર રોડ ઉપર વર્ષો જૂના સાંઢિયાપુલના નવીનીકરણ માટે  અગાઉ મનપા અને રેલવે વચ્ચેના ‘મતભેદ’ બાદ હવે પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે. નવી ડિઝાઈનને રેલવેએ મંજૂરી આપી દેતા મ્યુનિ.તંત્ર દ્વારા હવે પખવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને સંભવત: દિવાળી પૂર્વે બ્રિજનું કામ શરૂ થઈ જશે તેવું કોર્પોરેશનના ઈજનેરી વર્તુળો મારફત જાણવા મળ્યું છે.

રાજકોટનો સાંઢિયા પુલ જામનગર રોડ પરથી શહેરી વિસ્તારમાં આવતો પ્રવેશદ્વાર છે. 1978 આસપાસ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે, સમયના વહેણ સાથે બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે અને રેલીંગ પણ ઉખડી ગઈ છે અને ગમે ત્યારે કોઈ ભયાનક અકસ્માત સર્જી શકે છે. ટૂંક સમય પૂર્વે બ્રિજને રેલવેએ ‘િબનસલામત’ જાહેર કરતાં સ્કૂટર અને કારને બાદ કરતાં અહીંથી ભારે વાહનોનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા બ્રિજના બન્ને છેડે ગર્ડર પણ મૂકી દેવામાં આવ્યાં છે.

દરમિયાન સાંઢિયા પુલની ડિઝાઈન તેમજ કોર્પોરેશનને ભરવાના થતાં આશરે રૂ.1.58 કરોડને લઈને અગાઉ મનપા અને રેલવે વચ્ચે ‘મતભેદ’ ઉભા થયાં હતાં અંતે મનપાએ આપેલી સુધારાવાળી નવી ડિઝાઈન રેલવેએ ફાઈનલ કરતાં તેમજ કોર્પોરેશને બાકી નિકળતા નાણા ભરવાની પણ તૈયારી દર્શાવતા બ્રિજના નવીનીકરણનું મુર્હુત નિકળ્યું છે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલના જણાવ્યાનુસાર આગામી એક પખવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. કપાત મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ બગીચા વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક