• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

વન ડે ક્રમાંકમાં રોહિત શર્મા બીજાં સ્થાને

શુભમન ગિલ ત્રીજા સ્થાને ખસી ગયો : બાબર ટોચ પર યથાવત્

દુબઈ, તા.14: ભારતીય કપ્તાન રોહિત શર્મા આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં એક સ્થાન ઉપર આવીને બીજા ક્રમ પર આવી ગયો છે. રોહિતે તેના ઓપનિંગ જોડીદાર અને ઉપકપ્તાન શુભમન ગિલને પાછળ રાખી દીધો છે. ગિલ હવે ત્રીજા ક્રમે છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચના ક્રમે જળવાઈ રહ્યો છે. વન ડે બોલિંગ ક્રમાંકમાં આફ્રિકી સ્પિનર કેશવ મહારાજ ટોચ પર છે. કુલદીપ યાદવ ચોથા અને મોહમ્મદ સિરાજ પાંચમા ક્રમે છે.

રોહિત શર્માએ હાલમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વન ડે શ્રેણીમાં બે અર્ધસદી સાથે કુલ 1પ7 રન કર્યાં હતા. તેના સિવાય આ શ્રેણીમાં અન્ય કોઇ બેટર અર્ધસદી સુધી પહોંચી શકયો ન હતો. શ્રીલંકા સામેના સારા દેખાવનો રોહિતનો ફાયદો મળ્યો છે. તેના રેટિંગ પોઇન્ટ 76પ છે અને બીજા નંબર પર છે. શુભમન ગિલ કપ્તાન શર્માથી બહુ પાછળ નથી. તેના 763 પોઇન્ટ છે અને ત્રીજા નંબર પર છે. જયારે પહેલા સ્થાન પરના બાબર આઝમ અને બીજા નંબર પરના રોહિત શર્મા વચ્ચે ઘણું અંતર છે. બાબરના ખાતામાં 824 રેટિંગ પોઇન્ટ છે. વિરાટ કોહલીનો શ્રીલંકા સામે નિસ્તેજ દેખાવ રહ્યો હતો. આમ છતાં તે ચોથા સ્થાને જળવાઇ રહ્યો છે.

વન ડે ટીમ ક્રમાંકમાં ભારતીય ટીમ 118 અંક સાથે ટોચ પર યથાવત્ છે. આ પછી ઓસ્ટ્રેલિયા (116), દ. આફ્રિકા (112), પાકિસ્તાન (106) અને ન્યુઝિલેન્ડ (101) છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024