• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અશ્વિનનો રેકોર્ડ : 11મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝ બની મુરલીધરનની બરાબરી કરી

કાનપુર, તા.1: ટીમ ઇન્ડિયાના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં નવો કીર્તિમાન રચ્યો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતનારો સંયુક્તરૂપે દુનિયાનો પહેલા નંબરનો ક્રિકેટર બની ગયો છે. આર. અશ્વિને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની બરાબરી કરી લીધી છે. અશ્વિને 11મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ કબજે કર્યો છે. શ્રીલંકાના મહાન સ્પિનર મુરલીધરને પણ તેની કેરિયરમાં 11 વખત જ આ એવોર્ડ કબજે કર્યો છે. તે નિવૃત્ત થઇ ચૂક્યો છે. આથી અશ્વિન પાસે તેનાથી આગળ થવાની તક બની રહેશે. અશ્વિને બાંગલાદેશ સામેની શ્રેણીમાં 11 વિકેટ અને એક સદી સાથે કુલ 114 રન બનાવ્યા હતા.

આ સૂચિમાં દ. આફ્રિકાનો ઓલરાઉન્ડર જેક કાલિસ 9 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતી બીજા નંબર પર છે. જયારે ન્યુઝીલેન્ડના રિચર્ડ હેડલી, પાકિસ્તાનના ઇમરાન ખાન અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને 8-8 વખત આ એવોર્ડ કબજે કર્યાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024