• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નિવૃત્તિની ઘોષણા બાદના પહેલા મેચમાં નડાલની હાર

 

સાઉદી અરબ, તા.18: દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ નિવૃત્તિની ઘોષણા પછીના પહેલા મેચમાં હાર્યો છે. સાઉદી અરબમાં રમાઇ રહેલ સિકસ કિંગ્સ સ્લેમ ટૂર્નામેન્ટમાં સ્પેનના જ યુવા ખેલાડી કાર્લોસ અલ્કરાજે નડાલને 6-3 અને 6-3થી હાર આપી હતી. આ ટૂર્નામેન્ટના બીજા મેચમાં નંબર વન ખેલાડી યાનિક સિનરે સર્બિયાના સ્ટાર નોવાક જોકોવિચને 6-2, 6-7 અને 6-4થી હાર આપી હતી. આ ટેનિસ ટૂર્નામેન્ટથી એટીપી રેન્કિંગ મળતું નથી, પણ મોટી ઇનામી રાશી હોય છે. હવે નડાલ અને જોકોવિચ વચ્ચે ત્રીજા સ્થાન માટેનો મેચ રમાશે. રાફેલ નડાલ ગત સપ્તાહે સંન્યાસ જાહેર કરી ચૂકયો છે. તે સ્પેન તરફથી ડેવિસ કપ રમીને ટેનિસ કોર્ટને કાયમ માટે અલવિદા કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક