• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

WTC ફાઇનલની રેસ હવે ટીમ ઇન્ડિયા માટે કઠિન

ન્યુઝીલેન્ડ વિરુદ્ધની 0-3ની કારમી હાર છતાં ફાઇનલની આશા જીવંત

ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની શ્રેણી રોહિતની ટીમ માટે કરો યા મરો સમાન બની

નવી દિલ્હી, તા.પ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3ની શરમનજક હાર બાદ ટીમ ઇન્ડિયા માટે હવે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ના ફાઇનલમાં પહોંચવાનું કાર્ય કઠિન બની ગયું છે. ભારત પાસે હવે ફક્ત પ ટેસ્ટ મેચ બચ્યા છે અને તે તમામ ઓસ્ટ્રેલિયા સામે રમવાના છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજા ટેસ્ટની હાર સાથે ડબ્લ્યુટીસી પોઇન્ટ ટેબલ પર ટીમ ઇન્ડિયા ટોચનું સ્થાન ગુમાવી ચૂકી છે અને બીજાં સ્થાને છે. સારી વાત એ છે કે રોહિત શર્માની ફાઇનલની આશા હજુ જીવંત છે.

ડબ્લ્યુટીસીમાં હજુ 18 ટેસ્ટ બાકી છે અને પ ટીમ ફાઇનલની રેસમાં છે. જે ટીમ પણ ટોચનાં બે સ્થાન પર રહેશે તે ફાઇનલમાં પહોંચશે. ભારતીય ટીમ પાસે હાલ પ8.33 જીતની ટકાવારી છે. ટીમ ઇન્ડિયાએ પોતાની રીતે ફાઇનલમાં જગ્યા બનાવવી હશે તો હવે ઓસ્ટ્રેલિયાને 4-0થી હાર આપવી પડશે. 4 જીત અને 1 ડ્રોથી ભારતની જીતની ટકાવારી 6પ.79 થઇ જશે. બીજી તરફ ન્યુઝીલેન્ડ જો ઇંગ્લેન્ડને 3-0થી હાર આપશે તો કિવિઝ ટીમ પાસે 64.29 જીતની ટકાવારી થશે.  જયારે દ. આફ્રિકા ટીમ શ્રીલંકા અને પાકિસ્તાનને 2-0થી હાર આપશે તો તેની પાસે 69.44 જીતની ટકાવારી હશે.

ભારતની ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 0-3ની હાર પછી ઓસ્ટ્રેલિયાની ફાઇનલની સંભવાના વધી છે. તે 62.પ0 જીતની ટકાવારી સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાને હવે 7 ટેસ્ટ મેચ રમવાના છે. જેમાંથી પ ભારત સામે અને 2 શ્રીલંકા વિરુદ્ધ છે. આ સાત મેચમાં જો તે પાંચ મેચમાં જીત નોંધાવશે તો પેટ કમિન્સની ટીમ પોતાના બળે ડબ્લ્યુટીસીના ફાઇનલમાં પહોંચી જશે. જો ધાર્યું પરિણામ મળશે નહીં તો અન્ય ટીમની હાર-જીત પર નિર્ભર રહેવું પડશે. આમ છતાં હાલ ઓસ્ટ્રેલિયા ફાઇનલની રેસમાં સૌથી મજબૂત બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024