• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

હાઇ સ્કોરીંગ મેચમાં કોલકતા સામે લખનઉનો 4 રને રોમાંચક વિજય

LSG  તરફથી પૂરનના 8 છક્કાથી વિસ્ફોટક 87* અને માર્શના આતશી 81 રન

KKR તરફથી રહાણેની 61 રનની કેપ્ટન ઇનિંગ: અંતમાં રિંકુનો પુરુષાર્થ એળે

કોલકતા, તા.8: આઇપીએલના આજના પહેલા હાઇસ્કોરીંગ મેચમાં તીવ્ર રસાકસી પછી કોલકતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટસનો 4 રને દિલધડક વિજય થયો હતો. એલએસજી પોઇન્ટ ટેબલ પર ત્રીજી જીતથી ચોથા સ્થાને આવી ગઇ છે જ્યારે કેકેઆર ટીમ ત્રીજી હારથી છઠ્ઠા સ્થાને ફેંકાઇ છે. ઇડન ગાર્ડનની સપાટ પિચ પર લખનઉ સુપર જાયન્ટસના 3 વિકેટે 238 રનના જવાબમાં કોલકતા નાઇટ રાઇડર્સના 20 ઓવરના અંતે 7 વિકેટે 234 રન થયા હતા. એક તબકકે કેકેઆર જીત તરફ આગળ ઘપી રહ્યંy હતું ત્યારે 2પ રનમાં પ વિકેટ ગુમાવી હતી અને મેચ રોચક સ્થિતિમાં પહોંચ્યો હતો. રિંકુ સિંહ 1પ દડામાં 6 ચોકકા અને 2 છકકાથી 38 રન નોટઆઉટ રહ્યો હતો, પણ કેકેઆર માટે મેચ ફિનિશ કરી શક્યો ન હતો. પ્લેયર ઓફ ધ મેચ નિકોલસ પૂરને માત્ર 36 દડામાં 7 ચોક્કા અને 8 છક્કાથી 87 રનની વિસ્ફોટક ઇનિંગ

રમી હતી.

239 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા કેકેઆરે 37 રનમાં ડિ’કોક (1પ)ની વિકેટ ગુમાવી હતી. આ પછી નારાયણ અને કપ્તાન રહાણે વચ્ચે બીજી વિકેટમાં 23 દડામાં પ4 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. નારાયણ 13 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 30 રને રાઠીનો શિકાર બન્યો હતો. આ પછી રહાણે અને વૈંકટેશ અય્યરે મોરચો સંભાળીને ત્રીજી વિકેટમાં 40 દડામાં 71 રનની ભાગીદારી કરી કેકેઆર માટે વિજયની રાહ તૈયાર કરી હતી. 13મી ઓવરમાં 162 રને કેકઆરની ત્રીજી વિકેટ રહાણેના રૂપમાં પડી હતી. તે 3પ દડામાં 8 ચોક્કા-2 છક્કાથી 61 રને આઉટ થયો હતો. આ પછી કેકેઆરે ઉપરાઉપરી વિકેટો ગુમાવી હતી અને એલએસજીની વાપસી થઇ હતી. અય્યર 29 દડામાં 4પ રને આઉટ થયો હતો. રસેલે ફકત 7 રન કર્યાં હતા. અંતમાં રિંકુનો પુરૂર્ષાથ કોલકતાને જીત અપાવી શકયો ન હતો. આખરી ઓવરમાં જીત માટે 24 રન થયા ન હતા. લખનઉ તરફથી આકાશદીપ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી.

આ પહેલા લખનઉની શરૂઆત આક્રમક રહી હતી અને પહેલી વિકેટમાં માર્કરમ અને માર્શ વચ્ચે 62 દડામાં 99 રનની ભાગીદારી થઇ હતી. માર્કરમ 28 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 47 રને આઉટ થયો હતો. મિચેલ માર્શનું શાનદાર ફોર્મ ચાલુ રહ્યંy હતું અને પૂરન સાથે બીજી વિકેટમાં 30 દડામાં 71 રનની ધૂંઆધાર ભાગીદારી કરી હતી. માર્શ 48 દડામાં 6 ચોકકા અને પ છક્કાથી 81 રને આઉટ થયો હતો. સિકસર કિંગ નિકોલસ પૂરને આજે પણ પાવર હિટિંગ કર્યું હતું. તે 36 દડામાં 7 ચોક્કા અને 8 છક્કાથી 87 રનની વિસ્ફોટક ઇનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો. આથી લખનઉના 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બન્યા હતા. કોલકતાના ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક